રેડલાઇટ બંગલો ૪૮ (અંતિમ)

(795)
  • 14.6k
  • 13
  • 9.1k

રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૮ (અંતિમ) અર્પિતાએ રેડલાઇટ બંગલામાં મીનાએ મોકલેલી છોકરી સાથે મોજ કરી હતી તેના ફોટા બતાવ્યા પછી હેમંતભાઇ નરમઘેંશ જેવા થઇ ગયા હતા. તેમણે અર્પિતાની શરણાગતિ સ્વીકારી લીધી હતી. અને એ ફોટા છુપાવવા કોઇપણ કિંમત ચૂકવવા તૈયાર થઇ ગયા હતા. પણ જ્યારે અર્પિતાએ તેની કિંમત કહી ત્યારે હેમંતભાઇ ચોંકી ગયા હતા. તેમણે અર્પિતાની કિંમત ચૂકવવા આ ગામનું સામ્રાજ્ય છોડીને જવું પડે એમ હતું. અર્પિતાએ તેમને તમામ જમીન વેચીને કિંમત મેળવી તેમનો બંગલો ગામને સામાજિક ઉપયોગ માટે સખાવતમાં આપી ગામ છોડી જવા કહ્યું હતું. હેમંતભાઇ અર્પિતાની વાત સાંભળી વિચારમાં પડી ગયા. એક રાતની આટલી મોટી કિંમત ચૂકવવાનું