" તમે બંને એકબીજાને પહેલેથી જ ઓળખતા લાગો છો ?"ગૌતમે થોડા આશ્ચર્ય સાથે પૂછ્યું." હા !" સિદ્ધાર્થે કહ્યું."ડોક્ટર સાહબ ! આપકી ટિકિટ કનફર્મ હો ગઈ હૈ. સોરી થોડા વૅટ કરના પડા." ટી.સી. એ કહ્યું " થૅન્ક યુ ! હોતા હૈ કભી કભી . લાસ્ટ મોમેન્ટ પે ટિકિટ કરવાયા થા. અંદાઝા તો થા. ખૈર અભી હો ગયા કનફર્મ. અચ્છા હૈ." સિદ્ધાર્થે ટી.સી. ને કહ્યું." એકદમ પ્લાન કરીએ તો આવું જ થાય એમ પણ એ.સી નાં કોચ ઓછા હોય એટલે શક્યતાઓ વધારે છે. ચાલો હું જવું , પછી કોન્ફરનસ માં જવાનું છે . તારી પાસે મારો નંબર છે . કાલ- બાલ કોલ કરજે