બાળપણની યાદો

(13)
  • 1.9k
  • 10
  • 676

ઉસ્માનપુરા રીવરફ્રન્ટ ગાર્ડન. આ નામનું મૂલ્ય એટલું જ કે, તે સરકારી ચોપડે નોંધાયેલું હતું, બાકી પ્રેમી-પંખીડાંઓનું બસ ચાલે તો, આ નામ બદલીને " લવર પોઇન્ટ " જ કરી નાંખે ! આજે અહીં બાળપણનાં અમુક મિત્રોની " ઐતિહાસિક મુલાકાત " થવાની હતી, ઐતિહાસિક એટલા માટે કે આ મિત્રો ૨૫ વર્ષ બાદ મળી રહ્યાં હતાં. રાઘવ, ગિરીશ અને જગદીશ, ત્રણેય બાળપણનાં લંગોટિયા યાર હતાં. એક પછી એક ત્રણેય ભેરુ ઢળતી સાંજના છના ટકોરે નિયત કરેલ સ્થળે પહોંચી જાય છે, એકબીજાને હર્ષભેર ભેટી પડે છે ને, ત્યારબાદ ત્રણેય જોગીડા રીવરફ્રન્ટના પગથિયાં ઉતરી નદીની બાજુવાળી લોનમાં ચાલતા-ચાલતા બાળપણની યાદો વાગોળે છે. ઊંઝાથી ડાબી બાજુ