રાધા મારી દોરી ને હું રાધાનો પતંગ..! પહેલવાનની બાજુમાં બેસવાથી પહેલવાન નહિ થવાય, એની આપણી ગેરંટી. બાકી ફૂલવાળાની સંગતે બેસવાથી મઘમઘતાં નહિ થવાય એ વાત ખોટી. ખાલી કોઈ કવિની જ સોબત કરજો ને ? પોચા-પોચા થઇ જશો દાદૂ..! પ્રત્યેક ઘરવાળીએ પતિને હળવા ફૂલ જેવો બનાવવો હોય તો, ધણીને કવિતાના રવાડે ચઢાવવાની ટ્રાઈ કરવા જેવી. આ તો મારો જાત અનુભવ થયો. કવિ સંમેલનમાં મારાંથી હાજરી શું અપાઈ ગઈ, ને મારાં કઠોર શબ્દો પોચા-પોચા થઇ ગયાં. જાણે કે કોઈ મારકણી કન્યાના મોહાંધ બની ગયાં. સ્વામીના શબ્દો, માશૂક શ્યામલીના બની ગયાં. કવિતાના હજુરિયા ને ખજુરીયા