સંભવામિ યુગે યુગે ભાગ ૯

(97)
  • 5k
  • 4
  • 2.2k

એક ખૂણાના ટેબલ પર પાયલ અને સોમ કોફી પીતા હતા . આ તેમનો ત્રીજો દિવસ હતો જયારે તેઓ કોફી પી રહ્યા હતા . કોફી હાઉસ ની કોફી પાયલ ને પ્રિય હતી . કોફી પીતા પીતા સોમે કહ્યું પાયલ ; હું અમદાવાદ માં એક વર્ષ થી છું પણ મેં પૂર્ણ અમદાવાદ હજી જોયું નથી તો શું તમે મને અમદાવાદ દેખાડશો? મને ઐતિહાસિક સ્થળો જોવાનો ખુબ શોખ છે . પાયલે કહ્યું દેખાડીશ પણ ફક્ત એક શરત છે તું મને તમે તમે કહેવાનું બંદ કરશે તો . સોમે કહ્યું ઠીક છે હવે હું તને તું કહીને બોલાવીશ . પાયલે આગળ કહ્યું અમદાવાદ