કોલ ગર્લ સવારનાં - 10 વાગ્યાનો સમય સ્થળ - રાધનપુર રેલ્વે સ્ટેશન સવાર ધીમે - ધીમે પોતાનો મિજાજ પકડી રહી હતી, વાતાવરણમાં તાજગી સંપૂર્ણપણે ફેલાઈ ગઈ હતી, નોકરિયાત લોકો પોતાની ઓફિસે જવાં માટે એકદમ વ્યવસ્થિત તૈયાર થઈને સજ્જ બનીને ટ્રેનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. વાતાવરણમાં એકદમ શાંતિ ફેલાયેલ હતી, એવામાં અચાનક ખૂબ દૂરથી ટ્રેનની વિસલ સંભળાય જે આ નીરવ શાંતિને ચીરીને આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લોકોના કાને અથડાયો, જે સાંભળીને લોકોનાં જીવમાં જીવ આવ્યો. ટ્રેન વિસલની સાથે ધીમે - ધીમે આગળ વધી રહી હતી, અને બીજી બાજુએથી એક 24 વર્ષની એક યુવતી દુલ્હનના પોશાકમાં રેલ્વેસ્ટેશનમાં પ્રવેશી, આ યુવતી