રહસ્યના આટાપાટા - ભાગ 9

(116)
  • 5.1k
  • 3
  • 3.2k

કાયમની જેમ રવિવારના દિવસે અટરસન અને તેનો ખાસ મિત્ર એનફિલ્ડ ચાલવા નીકળ્યા. ચાલતાં ચાલતાં તેઓ એ જ શેરીમાંથી પસાર થયા જ્યાં પેલી ઇમારત (જેકિલના ઘરની પાછળની પ્રયોગશાળા) આવેલી હતી. ધીમે ધીમે તેઓ પ્રાંગણના દરવાજા પાસે પહોંચ્યા અને એનફિલ્ડ થોભી ગયો. તેણે કહ્યું, “છેવટે વાર્તાનો અંત આવ્યો ખરો, મને નથી લાગતું કે હાઇડ હવે પાછો આવે.” “મને પણ એવું જ લાગે છે. મેં અત્યાર સુધી કહ્યું નથી, પણ આજે કહી દઉં છું કે હું ય તેને એક વાર મળ્યો હતો. વળી, તેને જોઈને મને પણ એવી જ લાગણી જન્મી હતી જેવું તેં કહ્યું હતું.” “ખબર નહીં કેમ, પણ