લંકા દહન 4

(20)
  • 3.4k
  • 3
  • 1.5k

"જી મહર્ષિજી. મહારાજ અત્યારે સમાધિલિન છે એટલે બે દિવસ કોઈને પણ મળશે નહીં અને કોઈની સાથે વાત પણ નહીં કરે. આપનો મહત્વનો કોઈ સંદેશ હોય તો જણાવો અહીંથી બનતી સેવા મોકલવામાં આવશે " અમેરિકાના આશ્રમ સંચાલકનો જવાબ સાંભળીને રમણને ખૂબ જ ગુસ્સો આવ્યો.કહેવાનું મન પણ થઈ ગયું કે તારા મહારાજની સમાધિ હું જાણું છું. ડાયો થઈને ફોન એમને આપ. પણ નિયમમાં રહેવું અને એકબીજાની આમાન્યા પાળવી એ આ સંસ્થાનો મૂળભૂત સિદ્ધાંત હતો. હવે બે દિવસ રાહ જોયા વગર છૂટકો નથી એમ સમજીને તે અવળું ફર્યો ત્યાં જ તેની સામે ખુરશીમાં ભીખુ મહારાજ અને જોરાવર જોટો આવીને બેઠા હતા. જેમના નામ