આપણી નિર્બળતામાંથી શક્તિ જન્મે છે

(22)
  • 4.9k
  • 3
  • 1.5k

માણસ કપડાં પર પડેલા ડાઘ દૂર કરવામાં કે મેલા કપડાંને ધોઇ સ્વચ્છ કરવામાં જેટલી કાળજી લે છે એટલી કાળજી પોતાના મનમાં પડેલા ડાઘને દૂર કરવામાં લેતો નથી. આજના યુવાનો જિમ્નેશીયમમાં જઈ,પરસેવો પાડી શરીર બનાવવામાં ઘણી મહેનત કરે છે. બાવડા ફુલાવવામાં જેટલી મહેનત યુવાનો કરે છે એટલી પોતાના મનને શક્તિશાળી બનાવવામાં કરતા નથી. આ સમસ્યા માત્ર યુવાનોની જ નથી પરંતુ અબાલ-વૃદ્ધ સૌની છે. આપણે આપણા મનની શક્તિઓથી બેખબર છીએ. મનની શક્તિને કેળવી શકાય, પોતાની જોતને સુધારી શકાય તો જીવન સુખમય બની શકે છે. આજનો માણસ બીજો લોકોને ટીકાત્મક કે ખંડનાત્મક દૃષ્ટિએ જુએ છે પરંતુ પોતાની જોતમાં જોતો નથી. પોતાની જોતને ઉતરતી