બદલાવ...

(62)
  • 4.6k
  • 5
  • 1.9k

બદલાવ એક અજાણ કથા.... ભાગ-1 અજય પોતાના ઘરમાં લીવીંગરૂમનાં સોફા પર બેઠો છે.સામે છેડે ટેલીવિઝનમાં આંગળીના ટેરવાથી બદલાતી ન્યુઝ ચેનલોમાં કંઇક શોધતો અજય આજે બેબાકળોં લાગતો હતો.એટલે જ આજે અઠવાડીયામાં બીજી વાર એણે દારૂની બોટલ ખોલી.ટેબલ પર નવી ખોલેલી બોટલ લગભગ અડધી પુરી થઇ ગઇ.ગ્લાસની બાજુમાં ખાલી થઇ ચુકેલી તીખાં ચેવડાની ડીશ પડેલી હતી અને ડાઇનીંગ ટેબલ પર આખી ભરેલી પણ ઢાંકેલી જમવાની થાળી જાણે હવે થાકી હોય એવી દેખાતી હતી.અજયની પત્નિ રૂપા પણ કયાંરની થાકીને એકલી જ બેડરૂમમાં ઉંઘી ગયેલી.