સાલમુબારક

(25)
  • 4.1k
  • 3
  • 1.2k

કંચનબા આજે સવારથી જ ખૂબ ઉત્સાહમાં હતા અને કેમ ના હોય આજે દિવાળીનો દિવસ હતો, ઘર આજે ખરેખર ઘર બની જવાનું હતું! રોજ સૂમસામ ભાસતું હવેલી જેવડું મકાન હમણાં દીકરા અને દીકરીના એમના પરિવાર સાથેના આગમન બાદ એમની કિલકારીઓથી એક સમૃધ્ધ ઘર બની જવાનું...“બા આજે સાંજે હું થોડો વહેલો જતો રહું તો?" રઘલાએ સહેજ ખચકાતા કહ્યું.“કેમ લા આજે શું છે? જે દિવસે ઘરમાં મહેમાન આવવાના હોય અને બે વાસણ વધારે ધોવા પડશે એમ લાગે કે તરત રજાનું બહાનું શોધવાનું હમમ..?" કંચનબાએ એક તીખી નજર રઘલા સામે નાખીને કહેલું.“ના બા એવું નથી પણ, આજે દિવાળી છે એટલે થોડા વહેલા ઘરે