ગામડું એટલે ભારત દેશનો આત્મા.ગામડું શબ્દ કાને પડતાં જ આપણી નજર સામે એક ચિત્ર ખડું થઈ જતું હોય છે.આ ચિત્ર કેવું હોય. ગામના પાદરે સુંદર ભાગોળ હોય એજ ભાગોળે ઘટાટોપ વડની વડવાઈઓ વચ્ચે ગામના વડીલો બેસી શકે એવો એક ઉંચો ઓટલો હોય સાંજ સવારે ગામના લોકો ત્યાં ભેગા મળીને અલકમલકની વાતો કરતા હોય.ગામની ભાગોળે બાળકો આનંદ કિલ્લોલ કરતા હોય.ગામમા એક તળાવ હોય.ગામના ચોરા પડખે એક કુવો હોય ત્યાં ત્રાંબા પિત્તળના ઝગમગતા બેડલા લઈને આવજા કરતી પનિહારી ઓ હોય.એવીજ રીતે ગામની જુદી જુદી શેરીઓ માંથી નિકળેલા ઢોર કુદતા, તોફાન કરતા સીંગડા ભીડવતા ઉતાવળા ઉતાવળા