“શું યાર આટલા ભણેલા ગણેલા થઈને આટલું પણ નથી આવડતું?” બેન્કનો પ્યુન કરસનદાસ કરન સામે ગુસ્સાથી જોઈ રહ્યો હતો. “બસ, એક આ જ કોલમ મને નથી ખબર પડતી, બાઆઆઆકીનું તો ફોર્મ ભરી દીધું છે.” કરન કરસનદાસથી ગભરાતા ગભરાતા બોલ્યો. “અમારે બીજા કામ ના હોય? આખો દિવસ તમારી જ પૂજા કરતા રહેવાનું?” કરસનદાસે કરનની મજબૂરી જોઇને વધારે ખુન્નસ નીકાળ્યું. “પ્લીઝ, સર... આ એક જ કોલમ.” કરને ફરીથી વિનંતી કરી. “એ પ્રિયંકા મેડમને પૂછો.” ફોર્મની એ કોલમ પર સમજાય નહીં તેવું હિન્દી અને આવડે નહીં એવું અંગ્રેજી લખ્યું હોવાથી કરસનદાસ પણ મુંજાયો એટલે એણે કરનને ડાબી તરફ ઈશારો કરીને પ્રિયંકા પાસે મોકલી