વિશ્વાસનું મૂલ્ય

(39)
  • 2k
  • 6
  • 592

અમદાવાદની ખ્યાતનામ એલ.ડી.આર્ટસ કૉલેજ. અમદાવાદના પોષ ગણાતા IIM-A વિસ્તારમાં ૧૩૨ ફૂટ રિંગ-રોડ પર આવેલું વિશાળ કેમ્પસ. નેહા કોલેજની લાડકવાયી ટોપર હતી. લાડકવાયી એટલા માટે કે તેના કોલેજના છેલ્લા વર્ષ સુધી તે જ પ્રથમ આવતી. આ પરંપરા કોઈ તોડી શકતું નહીં. રાજ કોલેજનો રનર્સ-અપ હતો. નેહા હંમેશા પરીક્ષામાં પ્રથમ આવતી અને રાજ બીજે ક્રમાંકે. નેહા ચિબાવલી હતી અને રાજ બિન્દાસ્ત. નેહા બ્યુટીફૂલ હતી તો રાજ હેન્ડસમ. બંનેને સ્પોર્ટ્સનો શોખ. નેહાને વાયોલિન વગાડવાનો અદભૂત શોખ હતો અને રાજને ક્રિકેટનો ગાંડો શોખ હતો. ટૂંકમાં બંનેમાં ઘણી બધી સામ્યતા હતી. નેહાને હંમેશા ડર રહેતો કે રાજ ક્યાંક પ્રથમ ન આવી જાય. નેહા હંમેશા મૂંઝવણમાં