સાસુ વિનાનું સાસરું

(132)
  • 6.3k
  • 7
  • 1.9k

સુહાની હજી કૉલેજથી પાછી જ ફરી હતી કે બેઠકખંડમાં કોઈ મહેમાનને આવીને બેઠેલા જોઈ સહેજ સંકોચાઈ હતી. ઉપરછલ્લી એ લોકો તરફ એક નજર નાખી એ ફટોફટ અંદર જતી રહેલી. ત્યાં જ મમ્મીની બૂમ આવેલી, “સુહાની બે કપ ચા લેતી આવજે બેટા!” સુહાનીને ગુસ્સો આવી ગયેલો. મમ્મી જુએ છે કે હું હજી હાલ કૉલેજથી ચાલી આવી છું અને તોય મને જ ચા બનાવવાનું કહે છે! કમને એ રસોડામાં ગઈ અને ચા મૂકી. ચા લઈને એ બેઠકખંડમાં ગઈ ત્યારે ત્યાં હાજર બધી નજરો એના ઉપર જ તકાયેલી હોય એમ એણે નીચી નજરેય નોંધ્યું. “બેસ બેટા!” મમ્મીએ એનો હાથ પકડીને એને બેસાડી