સંભવામિ યુગે યુગે ભાગ ૫

(100)
  • 7.7k
  • 6
  • 3.7k

સાંજે કોલેજમાંથી નીકળ્યા ત્યાં સુધીમાં વર્ગના બધા વિદ્યાર્થિઓસાથે ઓળખાણ થઇ ગઈ હતી અને લંચબ્રેક માં બીજા વર્ગના વિદ્યાર્થીઓ આવીને મળી ગયા હતા . ભુરીયો અને જીગ્નેશ નવી ઓળખાણોથી ખુશ હતા અર્પણ સોમે વધારે રસ દેખાડ્યો નહિ , તેના માટે પ્રખ્યાતિ એ બોજ સમાન હતી . પણ છોકરીઓને ભુરીયા અને જીગ્નેશ કરતા સંગીતસોમ માં વધારે રસ પડ્યો હતો . છ ફૂટ કરતા થોડી વધારે હાઈટ , પહોળા ખભા , સોહામણો ચહેરો અને મોહક સ્મિત કોઈ પણ છોકરી ને આકર્ષી શકે તેવું હતું . પણ તેના ઠંડા વ્યવહાર ને લીધે બધી પાછી પડી પણ તેમાંથી એક પાયલ ને સોમ ખુબ ગમી