પ્રતિક્ષા ૧૨

(145)
  • 4.3k
  • 6
  • 1.8k

“તું રેવા ને રેવા જ કહે છે? મમ્મી કે મોમ નહિ?” વાત બદલવાના અને ઉર્વા વિષે જાણવાના આશયથી ઉર્વીલે પૂછ્યું“૨૦૦૦ ની ડાયરીમાં પેજ નંબર ૧૫ વાંચી લેજો, જવાબ મળી જશે... હવે જવાબદારીનું કામ લગભગ પૂરું થઇ ગયું છે. હવે આવે છે હકની વાત. મારો એક પ્રશ્ન છે.” ઉર્વા બોલી.“બોલને...” ઉર્વીલે લાગણીવશ થતા કહ્યું“શું રેવાનું ખૂન તમે કર્યું છે?” ઉર્વીલની આંખોમાં આંખો નાંખી કંઇક સમજવાનો પ્રયાસ કરતી હોય તેમ ઉર્વા પૂછી રહી ને ઉર્વીલ એકદમ સ્થિર થઇ ગયો. “હું રેવાનું ખૂન કરી શકું ક્યારેય?? તને લાગે છે હું એવું કરું?” સહેજ ગળગળા થતા ઉર્વીલ બોલ્યો ને ઉર્વાના ચેહરા પર કટાક્ષ ભર્યું