લંકા દહન - 2

(27)
  • 4.8k
  • 1
  • 2.3k

"કેમ જગલા, ગઈકાલે તારા રૂમમાં ટીવી લાવેલો તું ? સાલ્લા નાલાયક અહીં ભણવા આવ્યો છે કે આવા ગોરખધંધા કરવા ?" રૂમ નં 12 ના તમામ વિદ્યાર્થીઓને રેક્ટર સાહેબે પોતાની સમક્ષ ઉપસ્થિત કર્યા હતા. રાત્રી દરમ્યાન હોસ્ટેલમાં છોકરાઓ ગંદા પિક્ચરો ટીવી લાવીને જોતા હોવાની બાતમી તેમના ગુપ્તચરોએ આપી હતી. "સાહેબ, ગોરખનાથ એક મહાન સંત હતો. નવ નાથ પૈકીનો એક નાથ. મહાન સંત મચ્છન્ધરનાથનો પ્રિય શિષ્ય ! માયામાં લપેટાયેલા મહાન આત્મા રાજા ભરથરીને સાચું જ્ઞાન આપવા કેટલાક કપટ કરવા જરૂરી હતા..." 'ડફોળ મારે વાર્તા નહિ જવાબ જોઈએ છે, નાલાયક તને આ હોસ્ટેલમાંથી કાઢી મુકવો પડશે" સાહેબ ખીજાયા. " કોઈને કાઢી મુકવા એ