ઉત્સાહ ટકાવી રાખો

(29)
  • 4.4k
  • 5
  • 1.9k

જીવનમાં ઘણા પ્રસંગો એવા આવે છે જ્યારે માણસ દુઃખી અને હતાશ થઈ જોય છે. કોઇ સ્વજનનું અવસાન થાય, છોકરા-છોકરીઓ પરીક્ષામાં નિષ્ફળ જોય ત્યારે કે ધંધામાં નુકસાન થાય, દેવું થઈ જોય ત્યારે લગભગ માણસ આવી નિરાશાજનક સ્થિતિ આવી પડે છે. આવા કપરા સંજોગોમાંથી નીકળવા માટે હકારાત્મક વિચારસરણી અને ઉત્સાહ જ સૌથી મોટી દવા તરીકે કામ કરે છે. માણસ ગમે તેટલો હોંશિયાર, બુદ્ધિશાળી અને જ્ઞાની હોય પરંતુ એના કાર્યમાં ઉત્સાહ ન હોય, જોશ ન હોય તો એને ધારી સફળતા મળતી નથી. કોઇ મહાપુરૂષે યોગ્ય જ કહ્યું છે કે “જે માણસ પોતાના કામમાં ઉત્સાહનો અનુભવ નથી કરતો, જીવનમાં એ કશાંય મહત્વનાં કાર્યો નથી