અતુલના સંસ્મરણો ભાગઃ ૧ - પ્રકરણ ૧0

  • 2.8k
  • 1
  • 1.3k

પ્રકરણ ૧0 શ્રી બી. એન. જોષી. अ બોસી ઝમ પદોન્નતિ ધીમે ધીમે થાય અને નાના પદ ઉપરથી મોટા પદ પર જવું સારૂં અને હિતાવહ છે. આ સત્ય મને નોકરીના આખરી વર્ષોમાં સમજાયું. શેઠ શ્રી કસ્તુરભાઈની ઓળખાણ અને લાગવગથી આવ્યો હતો તેથી મને સીધો જ એક નાના થાયો સલ્ફેટ પ્લાન્ટના ઇન-ચાર્જ કેમીસ્ટ તરીકે મુક્યો હતો. ટોપ મેનેજમેન્ટથી સીધીજ નીમણુંક થઈ થવાથી મારે નશીબે શીફ્ટની નોકરી આવી જ નહિં અને જે અનુભવ મળવો જોઈએ તે મળ્યો નહિં. કૉલેજમાંથી સીધો જ ઈન્ડસ્ટ્રીમાં તેથી ઈન્ડસ્ટ્રીઅલ લાઈફ કેવી હોય તેનું સહેજે પણ જ્ઞાન નહિં. કૉલેજમાં કાચના વાસણો.(બીકર, પીપેટ,બ્યુરેટ, જેવા) નાના કદના