રેડલાઇટ બંગલો -રાકેશ ઠક્કર પ્રકરણ- ૪૫ અર્પિતાએ કોલેજમાં મીનાને કામ સોંપ્યું ત્યારે તેનાથી થશે કે નહીં એની ચિંતા હતી. આજે તેનો કોલેજમાં છેલ્લો દિવસ હતો. તેની યોજના પ્રમાણે જો આજના દિવસે કામ ના થાય તો તે નિષ્ફળ રહે એમ હતી. તેને આજના દિવસ માટે અને તે પણ કોલેજનું કામ પતાવવા રાજીબહેને મંજુરી આપી હતી. મીનાએ ચાલુ કોલેજે શહેરમાં જઇને તેણે મંગાવેલી વસ્તુ બોકસમાં લાવીને આપી દીધી હતી. એટલે થોડી ચિંતા ટળી હતી. હવે તેને પોતાના રૂમ સુધી પહોંચાડવાની હતી. તે રેડલાઇટ બંગલો પહોંચી ત્યારે વીણાએ તેની બેગ ચેક કરવાની વાત કરી એટલે તેના દિલમાં ગભરાટ વધી ગયો. મીનાએ આપેલા બોક્ષ