રહસ્યના આટાપાટા - ભાગ 4

(158)
  • 6.5k
  • 6
  • 3.9k

ડૉ. જેકિલનો પ્રતિભાવ... ડૉ. જેકિલ સામે હાઇડની વાત કેવી રીતે કાઢવીઉખેળવી તે બાબતે અટરસન મૂંઝાતો હતો. પરંતુ, પખવાડિયા પછી જેકિલે ડિનર પાર્ટીનું આયોજન કર્યું અને અટરસન તથા તેના જેવી ચાર-પાંચ હસ્તીઓને મહેમાન બનવા આમંત્રણ આપ્યું એટલે અટરસનને ઉકેલ મળી ગયો. તેણે નક્કી કર્યું કે મહેમાનગતિ માણી બધા લોકો રવાના થાય ત્યાં સુધી તે જેકિલના ઘરે બેસી રહેશે અને પછી એકલા પડેલા જેકિલ સામે હાઇડની વાત ઉખેળશે. જોકે તેમાં કંઈ નવું ન હતું. અટરસન આવું ઘણી વાર કરતો. આમેય, જે લોકોને અટરસન ગમતો તેમને તે ખૂબ ગમતો. તેવા લોકો, અટરસન જવા માટે ઊભો થાય કે તરત કહેતા, ‘જવાય છે, શું