બીતે લમહે - 1

(16)
  • 1.8k
  • 3
  • 489

આજ નો પ્રસંગ પણ એવોજ કંઇક છે, શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડી, પથારી માંથી ઉઠવાનું પણ મન ન થાય એવી આળસ, બાજુ માં સુતેલા 1 વર્ષ ના દીકરાનું પ્રેમાળ આલિંગન, ઉઠવા માટે મુકેલો એલાર્મ પણ બે વાર વાગી ચુક્યો હતો, અને મારી પત્ની પણ ઉઠાડવાનો પ્રયત્ન કરી ને તેના કામ માં વ્યસ્ત હતી, ઇચ્છા તો ન ઉઠવાની હતી પણ પત્ની નો મીઠો છણકો કાને પડ્યો ધંધે જવું છે કે આજે રજા રાખવાની છે, નાછૂટકે ઉભું થવું પડ્યું . પથારી માંથી ઉભો થવા જતો હતો ત્યાં જ મારા ફોન માં વોટ્સપ નોટિફિકેશન લાઈટ બલિન્ક થઈ અને ફરી પાછું પથારી માં પડવાનું કરણ મલી ગયું, થયું લાવ જરાક ચેક કરી લવ કોણ કોણ જાગી ગયું છે