રાણી કર્ણાવતી : ઇતિહાસમાં ભૂલાયેલી વીરાંગનાના જૌહરની સત્યકથા : ભાગ - ૧

(15)
  • 4.6k
  • 1.7k

એ ઘોડેસવાર મેવાડનો સંદેશવાહક હતો. અલબત્ત, અત્યારે તે મેવાડની એકમાત્ર જીવાદોરી હતો. પોતાની જવાબદારીનું તેને સારી રીતે ભાન હતું, તેથી જ કેટલાંય કલાકોથી આરામ કર્યા વગર તે સતત મુસાફરી કરી રહ્યો હતો. મેવાડનાં રાણી કર્ણાવતીએ લખાવેલો સંદેશો અને સાથે આપેલો એક સંપેતરો તેને મોગલ બાદશાહ હુમાયુ સુધી પહોંચાડવાનો હતો, જેમ બને તેમ જલ્દી ! લાંબી મુસાફરી પછી આખરે દૂરથી હવામાં ફરફરતો લીલો ધ્વજ દેખાયો. એ ધ્વજ મોગલ સામ્રાજ્યનો હતો. જેમ-જેમ અંતર ઘટતું ગયું તેમ-તેમ ઘોડેસવારની આશાઓ વધતી ગઈ. ધ્વજની લીલી પૃષ્ઠભૂમિમાં મોગલોનાં શૌર્ય અને નવા, મહાન સામ્રાજ્યનો ઉદય દર્શાવતી સિંહ અને ઉગતા સૂર્યની આકૃતિઓ વધુ સ્પષ્ટ થઇ. મોગલ છાવણી આવી પહોંચી.