અ ન્યૂ બિગિનિંગ - (એક નવી શરૂઆત)- પ્રકરણ ૨

(31)
  • 3.5k
  • 2
  • 1.8k

સતિષે વાત શરૂ કરી...“એ દિવસે મેં તેની સાથે ઘણી વાત કરી અને રીસેસ પછી પણ ફ્રી થતા વાતો ચાલતી રહી. રજા વખતે તેણે કહ્યું કે તે બીજા દિવસે પણ ઘણી વાતો કરશે.”“પણ તમે બંને એવી કઈ વાત કરતા હતા કે રજા સુધી તમારી વાત ચાલી?” નરેશે પૂછ્યું.“વાત તો બહુ ખાસ ન હતી. એ સમયે એક સિરિયલ આવતી હતી. એ સિરિયલ શ્રીને ખૂબ ગમતી હતી. બસ એક ટોપિક મળી ગયો એટલે વાત ચાલતી રહી.” સતિષ બોલ્યો.“કઈ સિરિયલ? અને કોઈ ટીવી સિરિયલની વાત એ તારી સાથે કેમ કરે? હવે આ વાત મને બહુ અટપટી લાગે છે.” નરેશ બોલ્યો.“ એ સિરિયલ હતી -