મિષ્ટી......Love Story

(30)
  • 3.5k
  • 4
  • 1.5k

આખા હૉલમાં એક સુંદર અને સુરીલો અવાજ ગુંજી રહ્યો હતો ઓડિયન્સ શાંત હતું અને જેવું ગીત પત્યું કે તાળીઓનાં ગડગડાટથી આખો હૉલ ગુંજી ઉઠ્યો. મિષ્ટીનો એ પહેલો પ્રોગ્રામ હતો. પહેલું પબ્લિક પર્ફોરમન્સ. લોકો એનાં અવાજથી મંત્ર મુગ્ધ થઈ ગયા હતા.એક પછી એક ફરમાઈશ આવતી ગઇ ને રાત ખીલતી ગઇ અને મિષ્ટીનાં આઉટસ્ટેન્ડિંગ  પરફોર્મન્સ માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. પ્રોગ્રામ પછી લોકો એને મળવા માંગતા હતા, પરંતુ મિષ્ટી મળવા માંગતી હતી જયને, કારણ કે આજના પ્રથમ પ્રોગ્રામનું લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું હતું અને જય ઇન્ડિયામાં બેસીને એ પ્રોગ્રામ સાંભળી રહ્યો હતો અને જોઈ રહ્યો હતો. જેવો કર્ટન પડ્યો કે મિષ્ટી તરત જ