આધુનિક યુગલ?

(35)
  • 3.2k
  • 11
  • 1.2k

ક્યાંક તે આવી સુંદર રચનાને બગાડી કે દુષિત તો નથી કરી રહ્યો. આવો વિચાર પણ તેને એક વારતો આવી ગયો. તેણે સમીરા તરફ નજર માંડી તેણે જોયુ સમીરા એવા ધ્યાનની સ્થિતિમાં હતી જ્યાં તેને લાગ્યુ તેને સંપુર્ણ પ્રસન્નતાની પ્રાપ્તિ થઈ હોય તેમ પડી હતી. કેતન મનમાં વિચારતો રહ્યો કે આવા સમયે પણ તે એટલી શાંત કેમ રહી શકે. આ શાંતિમય સ્થિતિ કેતનને જાણે ન ગમી એટલે તેણે તેની પકડ વધુ મજબુત બનાવી. કેતને સમીરાને જ્યારે પહેલી વાર જોઈ હતી ત્યારે તે સમીરાની સુંદરતા નિહાળતો જ રહી ગયો હતો. કુદરતના ભંડોળમાં આવો હીરો પણ હશે તેની તેને કલ્પના પણ નહોતી થતી. તેણે કોલેજના ક્લાસોમાં, ગાર્ડનસમાં, કેન્ટીંનોમાં ઘણી છોકરીઓ જોઈ હતી. ઘણી ખુબ જ સુંદર કહી શકાય તેવી છોકરીઓ જોઈ હતી. પણ સમીરાની સુંદરતા અદભુત હતી.