પુરુષાર્થ

(66)
  • 10.2k
  • 22
  • 5.6k

આપણને સફળ માણસોની ઝળહળતી સફળતા દેખાય છે પરંતુ એની પાછળનું પરિશ્રમ અને પરસેવાની ચમક દેખાતી નથી. ફોર્બ્સ મેગેઝીન દર વર્ષે વિશ્વના ધનિકોની યાદી બહાર પાડે છે. હવે ભારતના કેટલાક સામયિકો પણ એની દેખાદેખ ભારતના ૫૦ કે ૧૦૦ સૌથી ધનિકોની યાદી બહાર પાડે છે. આ ધનિકો વિશે તમે જોણશો તો સમજોશે કે આ લોકો ‘મોઢામાં ચાંદીનો ચમચો’ લઈને જન્મ્યા ન હતા. (આમાં તો મને માત્ર બે જ અપવાદ દેખાય છે, ૧. જવાહરલાલ નહેરૂ અને ૨. વિક્રમ સારાભાઈ) પરંતુ સખત ગરીબીમાંથી સતત સંઘર્ષ અને સખત મહેનત કરીને તેઓ બે પાંદડે થયા છે.