"બાય મ્રુગીકા! હવે કદાચ આપણે ક્યારેય નહીં મળીએ."આટલું બોલી હું ત્યાં થી ચાલતો થયો.હું, આકાશ પંડિત, રાજકોટ નો વતની. આજે મેં એ વ્યક્તિ જોડે નાતો તોડ્યો હતો, જેની સાથે સાત જન્મો વિતાવા ના સપના સેવ્યા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી અમારા વિચારો એક બીજાની મર્યાદા ના સીમાડા ભુલી ચૂક્યા હતા અને પૂરી જીંદગી હવે એ પ્રેમ ની સાથે વિતાવી શકાય તેમ ન હતી જ્યાં બંને એક બીજાનું સમ્માન કરતાં ભુલી ચૂક્યા હતા.મ્રુગીકા મારો પેલો પ્રેમ હતી, છે... ખેર હવે એને ભૂલી જવા અને જીવન માં આગળ વધી જવા રાજકોટ છોડી જામનગર કાકા સાથે રહેવા ચાલ્યો ગયો હતો. ધીરે ધીરે બધું