કૃષ્ણની વેદના.

(28)
  • 2.8k
  • 5
  • 787

કૃષ્ણની વેદના...એક વખત ભગવાન શ્રી કૃષ્ણને થયું,ચાલ પૃથ્વી લોકની મુલાકાત લઉં. મારા બાળ ગોપાલો, મારી વ્હાલી ગાયો,પક્ષીઓનો કલરવ,ઝરણાનું ગાન, સરિતાનો સંગીતમય પ્રવાહ, ગોપીઓ વનરાઈઓ અને મારું પ્રિય માખણ આ બધુ ખૂબજ યાદ આવે છે. બાળ ગોપાલો અને મારા ભક્તો પણ મને બહુ યાદ કરતા હશે.આમ વિચારી કૃષ્ણએ તો પોતાની પ્યારી બંસી લીધી અને પૃથ્વીલોક પર આવી ગયા. એ તો ફરવા લાગ્યા. એક નગરમાં ગોવાળીયાના રૂપે હાથમાં બંસરી લઈ પાદરમાં ઝાડ અને વનરાઈને શોધવા લાગ્યા પણ આ શું? અહીં તો ઝાડનું નામોનિશાન નથી.મોટા મોટા સિમેંટના બિલ્ડીંગો જોવા મળ્યા. એ તો હાથમાં વાંસળી લઈ નગરમાં બાળ-ગોપાળોને મળવા આતુરતાથી શેરીઓમાં જઈ વાંસળીના સૂર