બરકત વિરાણી ‘બેફામ’ સાહેબે કહ્યું છે, ”ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, જે સારા હોય એની દશા સારી નથી હોતી!” હરેશભાઇ એક સજ્જન માણસ હતા પણ સમાજની નબળી માનસિકતાને લીધે એ પણ સમાજના શિકાર બન્યા હતા. હરેશભાઇ પંદરેક વર્ષના હતા ત્યારે એમના માં બાપ ગુજરી ગયેલા એટલે આર્થિક પરિસ્થિતિ નબળી હતી. પૈસો ટકો ન હોય તો સગપણ સાંધોય ન થાય એ તો દરેક સમાજની કભૂતિ છે જ ! હરેશભાઈ પગ ઉપર ઉભા થયા પછી જ મોટી ઉંમરે લગ્ન થઇ શક્યા હતા. હરેશભાઇ અને રમીલાબેનની સગાઈ થઈ ત્યારે સાંધો કરાવવા વાળા દહેજને નામે રૂપિયા ત્રીસ હજાર ગાંઠે કરી ગયા