સીમંત (ધ બેબીશોવેર) 2

(51)
  • 7.2k
  • 7
  • 3.7k

દોઢ મહિના પછી અવની એ આકાશ ને સરપ્રાઈઝ આપવા આખો બંધ કરવા કહ્યું, હા અવની એ આકાશ ના હાથ માં પ્રેગાન્યુઝ કિટ મૂકી જેમાં બે ઘાટી લાઇન હતી અવની એ સૌપ્રથમ પ્રેગ્નેન્સી ના ન્યુઝ આકાશ ને આપ્યા કે જે એનો પહેલો હકદાર હતો. અલબત્ત છેલ્લા બે એક દિવસ થી અવની ને ઉબકા આવતા સમજદાર સાસુ તો સમજી જ ગઈ હતી. સાંજે આકાશ અને અવની બંને નવજીવન પ્રસૂતિગૃહ એન્ડ નર્સિંગ હોમ ની મુલાકાત લીધી ડૉ ગાંધી શહેર ના જાણીતા ગાયનેકોલોજિસ્ટ હતા ત્યાં અવની ના બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી રિપોર્ટ જોઈ ડૉ એ દવાઓ લખી આપી ફરી મહિના પછી ફોલોઅપ માટે કહ્યું.