મને એ શહેરમાં આવ્યાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો હતો. મેં ડી.આઈ.એમ. કોલેજ માં એડમિશન લીધું હતું ને એકાદ મહિના માં તો મારે મિત્રો નો ઢગલો થઈ ગયો હતો ! સંજય, નિસર્ગ, રણજિત અને બાપજી મારા ખાસ મિત્રો બની ગયા હતા. બાપજીનું મૂળ નામ તો હરેશ પણ કોલેજના દાદાઓનો ખાસ મિત્ર એટલે બધા એને બાપજી કહે. મારા બધાજ મિત્રો ઊંચું નામ ધરાવતા હતા. સંજય મેયરનો એકનો એક દીકરો હતો તો રણજીતના પિતાજી અમારીજ કોલેજ ના ટ્રસ્ટી હતા ને એટલે જ તો કોલરજમાં દાદાગીરી કરવા છતાં અને ડ્રગનો આદિ હોવા છતાં એને કોલેજ સંઘરતી હતી, બાકી એની જગ્યાએ કોઈ બીજું હોય