મારુ એવું માનવું છે કે પ્રેમ ગમે તેને, ગમે તે જગ્યા એ ,ગમે એટલી વાર થઈ શકે છે,જીવન માં કોઈ સાથે પેહલી નજર નો પ્રેમ હોય,પણ એની સાથે ના જ એક વરસ ના લગ્ન જીવન બાદ એ ખોવાઈ જાય એવું પણ બને.શક્યતા તો એમ પણ છે કે પેહલી નજરે ન ગમેલી વ્યકતી સાથે જ જીવન ભર નો પ્રેમ થઈ જાય... તમને ક્યારે ય એવું લાગ્યું છે કે વર્ષો સુધી જેની સાથે પ્રેમ કર્યો હોય એ અચાનક બદલાઈ જાય...કયારેય એવું બન્યું છે જે વર્ષો તમારી સાથે જ હોય,પણ પ્રેમ આજે થયો હોય...ક્યારેય એવું બન્યું છે, પેહલી નજર નો પ્રેમ ઓસર્યા ના વરસો બાદ એ જ વ્યક્તિ માટે ફરી પ્રેમ જાગે... આ બધા પ્રેમ બીજી નજર ના પ્રેમ છે.