મંગલ - 9

(58)
  • 4.5k
  • 4
  • 1.7k

શેઠ હરખચંદની પેઢી ત્રણેક દાયકાઓથી ટાંઝાનિયામાં હિન્દી મહાસાગરનાં કિનારે આવેલા ટાંગા બંદરે આવેલી હતી. મૂળ ગુજરાતનાં હાલાર પ્રાંતનાં વણિક હરખચંદ અને લોહીમાં જ વેપાર કરવાની વૃત્તિ રહેલી. વતનમાં તો બાપદાદાની પેઢી હતી જ પણ હરખચંદને ઘરની પેઢીમાંથી બહાર નીકળી કંઈક નવું સાહસ કરવાની ઈચ્છા જાગી. બાપા પાસેથી વેપાર કરવાની કોઠા સૂઝ હરખચંદને મળેલી. માણસોને પારખવાની સૂઝ તેનામાં હતી. હાલારમાં બાપદાદાનો મસાલાનો વેપાર હતો. વર્ષોથી જામી ગયેલી પેઢી હતી અને આવક પણ સારી હતી. પણ હરખચંદને અંદરોઅંદર અસંતોષ થતો રહેતો. તેમને આ વતનનાં ચોકઠામાંથી બહાર નીકળવું હતું. પણ બહાર ક્યાં જવું એ બાવીસ વર્ષનાં હરખચંદને સમજાતું ન હતું. એવામાં કુટુંબનાં દબાણવશ તેમનાં લગ્ન પણ લેવાયા. હવે જવાબદારી બમણી થઈ ગઈ. મનોમન હરખચંદ ખૂબ મૂંઝાયા કરે પણ આખરે એક દિવસ ...