ડાબલી અને ડાયરી ટિપોઈ પર મૂકી જાતે ચા બનાવી ,ચા પીતાં-પીતાં મન ફરી ગૂંચવાયુ શું પ્રથમ હાથમાં લઉં ,ડાબલી કે ડાયરી ? અંતે ડાબલી હાથમાં લીધી ,કોઈ મોટી જણસ ના મૂકી હોય એટલી કાળજીથી ડાબલી ઊપાડી....ધીમેથી ઉઘાડી .ડાબલી આપી હતી મિત્ર અરવિંદે જે વર્ષો પહેલા કેંસર ને કારણે મરણને શરણ થયો હતો .તેણે ડાબલી પણ પ્રયોજન પૂર્વક જ રાજની પ્રિય વસ્તુ મૂકવા માટે જ આપી જતી . હાથોની ધ્રૂજારી થોડી વધી ગઈ... અંતે ડાબલી ખૂલી ..., મિત્રની યાદ તાજી થઈ અને.......આરોહીની . હા.... ડાબલીમાંથી એક લાંબો કાળો વાળ રાજે બહાર કાઢ્યો... તેને લાંબો કરી પોતાના ખોળામાં મૂકી રાજ તેના પર વારંવાર હાથ ફેરવવા લાગ્યો . આંખોને બહાનુ જ મળી ગયુ આંસુ વરસાવવાનું ...,