ધબકાર

(21)
  • 3.4k
  • 3
  • 908

જેમ હાથમાંથી રેતી પસાર થાય એમ સમય પણ પસાર થયો એમ લાગે હજુ મુઠ્ઠી સમય થી ભરી પડી છે પેલી રેતીની જેમ પણ જ્યારે મુઠ્ઠી ખોલો ત્યારે રેતી ને સમય પસાર થઈ ચૂક્યો હોય....હવે ફેમિલી ગેટટુગેધર માં મળવાનુ બનતું એ સિવાય વર્ચ્યુઅલી વાતો થઈ જતી ધીમે ધીમે એ પણ ઓછી થઈ ગઈ....સૌથી પહેલા નિયતિના લગ્ન લેવાયા... ભુમિ અને આકાશ એના બેસ્ટ ફ્રેન્ડ હોવાના નાતે પેહલા જ આવી ગયેલા .... ભૂમિ બદલાય ગઈ હતી.... હમેશા તોફાન કરતી વાતો કરતી છોકરી પોતાની દુનિયા માં જીવતી છોકરી બદલાય ગઈ હતી.... લગ્ન પત્યા વિદાય સમયે સૌથી વધુ ભૂમિ રડી હતી ... કદાચ એનું કૈક એનાથી ખૂબ દૂર જતું હતું.. .