માઁ

(47)
  • 3.5k
  • 8
  • 940

સમાજના લોકોએ બીજા લગન કરી લેવા કહ્યું પણ કૌશિકભાઈ ન માન્યા. કૌશિકભાઈ સાવકી માઁ નો છાંયો પણ દીકરી ઉપર પડવા દેવા માંગતા નહોતા. એમણે નિશા માટે એક આયા રાખી હતી. એક વર્ષની થઈ ત્યારે તો એક રૂમ ભરીને રમકડાં લાવ્યા હતા. ધીમે ધીમે નિશા મોટી થતી હતી.નિશા પાંચ વર્ષની થઈ એટલે એને નિશાળમાં ભણવા બેસાડી. રોજ કૌશિકભાઈ એને લેવા મુકવા જતા. ક્યારેય એ સમય ચુકતા નહિ, ભલે ને ઓફિસમાં ગમે એટલું કામ હોય ! નિશા માટે મોઘી નોટબુક, નવાનવા બેગ, નવાનવા કંપાસ કોઈને ન હોય એવી વસ્તુઓ લાવી આપતા પણ નિશા ભણવામાં ઠોઠ જ રહી. ધીમે ધીમે નિશા મોટી થઈ અને સાતમાં ધોરણમાં આવી. નિશા જે શાળામાં ભણતી હતી ત્યાંના શિક્ષકો કૌશિકભાઈને ઓળખતા હતા એટલે સાતમા ધોરણમાં તો એ પાસ થઈ ગઈ પણ એ શાળામાં આગળ આઠમું ધોરણ હતું નહીં એટલે નિશાને બીજી શાળામાં એડમિશન કરાવવું પડ્યું.