"તમે મૂળ ક્યાંના ?" નાક પર લસરી પડેલા ચશ્મા ઉપરથી મોટા મોટા ડોળા વડે ઘોંચાશેઠ દુકાનના થડા પરથી સામે બેઠેલા ગ્રાહક સામે અધખુલ્લાં મોંએ તાકી રહ્યા. કાપડની દુકાન અમરતરાય એન્ડ સન્સ. ના એ એકલા સન (પુત્ર) હોવા છતાં સન્સ લખેલું. કારણ કે અંગ્રેજીનું એમને એટલું જ્ઞાન નહોતું. ગ્રાહકને "મૂળ ક્યાં ના ?" એમ પૂછીને એમની દરેક વાત માં ઘોંચ પરોણો (કોક ની વાતમાં બિન જરૂરી રસ લઈ બિન જરૂરી સલાહ આપવી) કરવાની એમની ટેવને કારણે એમનું ઉપનામ "ઘોંચાશેઠ" માર્કેટમાં ગાજી ચૂક્યું હતું. તેમના ઘોન્ચપરોણાં ની ઝલક જોઈએ. "અમે મૂળ રાજકોટ બાજુના " ગ્રાહક જવાબ આપે છે. "રાજકોટ બાજુ કયું ગામ