અંધકાર

(65)
  • 2.8k
  • 6
  • 887

વાદળ ખસી ગયું...... ઉનાળાની બપોરનો સૂરજ ઉઘાડો થઈ ગયો હોય એમ મને પરસેવો થવા લાગ્યો..... વર્ષોથી જે વાત હું કહી નહોતો શકતો એ બધું જ નેહા એ જાતે જ..... નદી આવીને સાગરને જાતે જ મળતી હોય એ દ્રશ્ય સાગર માટે આંખ ભીંજવનારું બની જાય એવો જ બસ હું અનુભવ કરતો હતો......સમય વીતતો ગયો અને અમે અમારા સંબંધમાં આગળ વધતા ગયા..... બાળકોના નામ સુધી નક્કી કરી દીધા હતા..... અને અચાનક એક દિવસ નેહાએ કહ્યું.....નિકુંજ મને ભૂલી જજે હવે...... પણ કેમ? આ તું શું બોલે છે? તે જે સાંભળ્યું એજ બોલું છુ હું..... મારા પેરેન્ટ્સે મારા માટે છોકરો જોયો છે અને થોડા દિવસોમાં મારા મેરેજ થઈ જશે.....