પ્રેમનો ત્રિવેણી સંગમ

(26)
  • 3.1k
  • 7
  • 618

મહારાષ્ટ્રનાં કોંકણ પ્રદેશની વાત છે. વર્ષ ૧૯૩૦. આ વર્ષે કોંકણમાં છેલ્લા ૧૦૦ વર્ષોમાં સૌથી ભયંકર દુકાળ પડ્યો હતો. પ્રજા મહેસૂલ ભરી શકે તેમ ન હતી. વિશ્વનાથ કોંકણનો જાગીરદાર હતો. તે યુવાન અને ચહેરે  સોહામણો લાગતો હતો. સ્વભાવે ઉદાર. પિતા મૃત્યુ પામતાં  તેમની જાગીર ૨૫ વર્ષની ઉંમરે તેનાં હાથમાં આવી. તેણે યુવાન ઉંમરમાં પણ જાગીરદાર તરીકેની ફરજ સારી રીતે નિભાવી. કોંકણના મહેસુલી અધિકારીનું નામ વિસ્ટન હતું. વિશ્વનાથ વિસ્ટનનાં બંગલે મહેસૂલ માફ કરવા વિનંતી કરવા ગયો. વિસ્ટન સ્વભાવે કઠોર હતો અને તે વાઇસરોયનાં હુકમનો કડકપણે પાલન કરતો. તેને ભારતીય લોકો પસંદ ન હતાં. વિસ્ટનનાં લગ્ન હમણાંજ હેલન નામની સ્વભાવે ઉદાર અને સુશીલ