સંગાથ...

(54)
  • 4.9k
  • 11
  • 2k

સંગાથ ધોધમાર વરસતા વરસાદથી આખોયે ભીંજાવા છતાંયે પ્રત્યુષ બસ સ્ટેશનમાં પ્રત્યેક બસમાં હાંફળો ફાંફળો થઈ કોઇને શોધી રહ્યો હતો. દરેક ચહેરા વચ્ચે તે પોતાનો પરિચિત ચહેરો શોધી રહ્યો હતો, પણ તેની તરસી નજરને ટાઢક વળે તેવો ચહેરો તેને મળતો ના હતો. વરસતા વરસાદમાં આખા ભીંજાયેલ ચહેરા પર તેના આંસુ અલગ છાપ ઉપસાવી રહ્યા હતા. બસમાંથી નિરાશ ચહેરે બહાર આવી કપાળ પર હાથ દઈ પ્રત્યુષ ક્યાંય સુધી ઊભો રહ્યો. તેને કાંઇ સમજાતું ના હતું કે હવે તે પોતાની જીવથી વહાલી જાહ્નવીને ક્યાં શોધે..! આજથી બરાબર બે વર્ષ પહેલા આ જ બરોડા બસ સ્ટેશનથી આણંદ જતી બસમાં પોતાના ફ્રેન્ડ્સ સાથે કોલેજ ભણવા