યે રાસ્તે હૈ પ્યાર કે - ૪

(43)
  • 6.8k
  • 4
  • 3.9k

જમ્યાબાદ ત્યાં સિગડી રેસ્ટોરન્ટ પાસે આવેલા ગાર્ડનમાં મિસ્બાહ અને એના સાસુ સસરા બાંકડે બેઠા. ઈરફાન આયતને લઈને હિંચકા ખવડાવી રહ્યો હતો. આમ જ ખુલ્લા આકાશ નીચે થોડી હવા ખાઈને પછી ઈરફાનએ પાર્કિંગ માંથી કાર કાઢી અને પરિવાર સાથે ઘરે આવ્યો. સવાર થઇ રોજની જેમ ઈરફાન ઓફીસ ગયો અને એ જ કોડિંગ કરવાનું અને આઠ કલાક વિતાવીને ઘરે પાછો ફર્યો. સાંજે ૭:૦૦ વાગ્યા હતા પણ મન બેચેન હતું. ઈરફાન આજે આયતને લીધા વગર જ જોગર્સ પાર્ક ગયો. મનમાં હતું કે એ છોકરી તો થોડી વહેલી આવે છે કદાચ મળશે કે કેમ? પણ એ મનને દિલાસો આપવા જોગર્સ પાર્ક પહોંચ્યો.