અવની અને આકાશ જાણે એક બીજા માટે જ સર્જાયા હતા. કોલેજ માં બંને ની મિત્રતા ક્યારે પ્રેમ માં પરિણમી ખબર જ ન રહી. મધ્યમ વર્ગીય પરિવાર માંથી આવતી અવની અને સુખીસંપન્ન પરિવાર નો શાહજાદો આકાશ બંને વચ્ચે ક્યારેય આર્થિક અસમાનતા એ વિલન બનવાની કોશિષ કરી ન હતી. અવની અને આકાશ ના પ્રેમ ની ચર્ચા કોલેજ ના ગ્રાઉન્ડ થી નીકળી અનંતરાય ના દ્વાર સુધી પોહચી ગઈ હતી. અનંતરાય આજથી ત્રીસ વર્ષ પહેલાં નસીબ અજમાવવા ગામડું છોડી ને શહેર માં સ્થાયી થયા હતા. અને શરૂઆત ના સમય માં જે મીલ માં નોકરી કરતા એજ મીલ માં કામ કરતા અશોકભ