માસૂમિયત

(47)
  • 3.2k
  • 9
  • 674

શિયાળા ની એક મધુર સવાર દસ વાગ્યા ની સાથે જ હું રોજ ની જેમ ઓફિસ પહોંચી ગયો.સવાર મા પહોંચતા ની સાથે જ આગળ ના દિવસે પટેલ સાહેબે આપેલો કાર્યભાર સંભાળ્યો. સવાર ની સાથેજ હું કામ માં ખુબ જ ઉત્સાહિત રહેતો. કામ પતાવ્યા બાદ સ્ટોર નું ઓપનિંગ ગેટ ખોલવા માં આવ્યો. જાણે ગ્રાહકો રાહ જ જોઈ ને બહાર બેઠા હોય એમ ઉતાવળ ભેર અંદર આવા લાગ્યા. મારી નજર દૂર ઉભેલા એક વૃંદ પર પડી આ વૃંદ નોકરી માટે તલાસ માં આવેલા ઉમેદવારો નું હતું. એમાં છોકરીઓ પણ હતી. એમાં મારી નજર સીધી જ એક માસૂમ ચેહરા પર જઈને ટકરાઈ. મન માં પાછા સવાલો એ ઘેરાવો કર્યો આ કોની રાહ જોતી હસે.