ઓચિંતા હુમલાથી અર્શિત ડઘાયો. હાથ છોડાવવાની તજવીજ કરતા હાથમાંથી વીજળીની બીલબૂક જમીનદોસ્ત થઈ. એ ગભરાયો. દિલાવરીની દીકરી સામેના જ ખંડમાં બેઠી બેઠી આ તમાશો જોઈ- સાંભળી રહી હતી. અનાયાસે જ એ તરફ અર્શિતની નજરો ખેંચાણી. જાણે કહેતો હતો કે મને આ ડાકણથી બચાવ. પરંતું એણે ઝીણી નજરે જોયું તો એ પણ જાણે પ્રણયભીના આમંત્રણ આપી રહી હતી.