હરિલાલ હડદા...

(41)
  • 2.5k
  • 1.1k

સુંદરવન સોસાયટીમાં આજે તમામ સભ્યોની મિટિંગ મળવાની હતી. સોસાયટીના પ્રમુખશ્રી હરિહર હડદા આજે ખૂબ દુઃખી હતા.તેમની બન્ને સાઈડના બંગલાઓમાં રહેવા આવેલા એક જ વ્યક્તિ ઓધવજી ડબ્બલ માટે થઈને આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખશ્રી હરિહર હડદા પ્રભુભક્તિમાં લિન અને સોસાયટીની સેવામાં તલ્લીન રહેવાવાળા હતા.બપોર વચ્ચે સોસાયટીમાં રમતા રહેતા બધા બાળકોને ભગાડવાવાળા, રેકડીવાળા અને ફેરિયાઓને પકડીને સોસાયટીના દરવાજે લઈ જઈ નો એન્ટ્રી નું બોર્ડ બતાવવાવાળા કડક પ્રમુખ હતા. સોસાયટીની શાંતિ કોઈ પણ હિસાબે જોખમાય તે તેમને પરવડે તેમ નહોતું. એમના વિશાળ કપાળ પર મોટું ત્રિપુંડ શોભતું.ખુલ્લા ખેતર જેવી એમની ટાલમાં ક્યાંક ક્યાંક ઘાસ જેવા જેવા વાળ ચોંટી રહેલા,અને