મંગળાષ્ટક

  • 21.1k
  • 9.2k

મંગળાષ્ટક લગ્નોમાં હસ્તમેળાપ બાદ વર કન્યાને આશિષ આપવા ગવાતું ગીત. મંગલાષ્ટક હંમેશ શાર્દુલ વિક્રિડિત છંદમાં રચાય છે. રાગ આપણા પ્રખ્યાત શિવ સ્તોત્ર ' રત્ને કલ્પિતમાસનં હિમજલૈ ..' ના જેવો છે. મોટે ભાગે વર પક્ષના લોકો ગાય છે. એક સમુહમાં લયબદ્ધ ગાવાથી અદભુત વાતાવરણ ઉભું થાય છે. શરૂમાં ગણેશ અને શિવ પાર્વતીનું સ્મરણ થાય છે. ત્યાર બાદ સુંદર પંક્તિઓમાં નવપરણિત વર-વધુનાં બન્ને પક્ષના મા બાપ, ભાઈ ભાભી, કાકા કાકી, મામા માસીઓ વગેરેનાં નામ વણી લેવાય છે. એ નામોને ઉપયુક્ત કોઈ કડી પણ ઉમેરાય છે. જેમ કે અહીં ' સુનીલ રંગી કુમુદ ખીલ્યું સરવારે' મુળ પંક્તિ હતી જે લેખક તથા તેમની પત્નીના નામો હતાં.