ધ ચોઇસ

(49)
  • 2k
  • 11
  • 679

ધ ચોઇસ @ વિકી ત્રિવેદી "પપ્પા પણ લગન કરવા માટે ઠીક છોકરી તો મળવી જોઈએ ને ?" "ઓહ એટલે ભાઈ સાબ એકલા જ ભણ્યા ગણ્યા છે......" પપ્પા હમેશા ટોન્ટ મારતા જ રહેતા, "જો લક્ષમી આ તારો સપૂત એમ સમજે છે કે આખા ભારતમાં પોતે એક જ ભણ્યો છે. બીજા એન્જીનીયર તો છે જ ક્યાં ?" મમ્મી દરવાજે ઉભી રહી. પપ્પાને ચાનો કપ આપ્યો. મારી નજીક આવીને મને કોફીનો કપ આપ્યો. "તમે સવાર સવારથી શુ કામ માથાકૂટ કરો છો પણ ? એણે ભણીને નોકરી શોધી લીધી છે તો છોકરી પણ શોધી લેશે." મમ્મી મારા પક્ષે હમેશા રહેતી જ. "ક્યારે ? મારા