યે રાસ્તે હૈ પ્યાર કે - ૨

(57)
  • 7.3k
  • 7
  • 4.8k

આયત,ઈરફાન અને એ છોકરી જોગર્સ પાર્કના એક ખૂણામાં આવેલા બાંકડે જઈને બેઠા. છોકરીને આયત ખુબ જ વ્હાલી લાગી રહી હતી. એ એની સાથે બેસીને વ્હાલ કરવા લાગી. ઈરફાન હજી પણ એ છોકરીનું નામ જાણવા અને એ છોકરી એને કઈ રીતે ઓળખે છે એ જાણવા આતુર હતો. "તમે મને કઈ રીતે ઓળખો છો?" થોડીવાર પછી ઈરફાન બોલ્યો. છોકરી ઈરફાનની આંખો સામે તાકી રહી. એને જોતા એવું લાગી રહ્યું હતું કે ઈરફાનને એના વિષે ખબર હોવી જોઈએ પણ નથી એટલે એ છોકરી થોડા આશ્ચર્ય ભાવે એને જોઈ રહી. "આપણે તેર વર્ષ પહેલા મળ્યા હતા." છોકરીએ જવાબ આપ્યો. "તેર વર્ષ પહેલા? ત્યારે